આ કયો મહિનો ચાલે છે?

મહિનો એટલે અઠ્ઠાવીશથી એકત્રીશ દિવસ સુધીનો સમય, બે પખવાડિયાં જેટલો વખત, આખા વર્ષનો બારમો ભાગ, ત્રીસ દિવસનો વખત, બે પક્ષ અથવા ત્રીસ અહોરાત્રનો સમય. મહિનો એટલે માહ. મહિનો એટલે મન્થ, અંગ્રેજીમાં!

કાલગણના પ્રમાણે માસનું પ્રમાણ એવું છે કે: ૧૮ નિમિષ = કાષ્ટા, ૩૦ કાષ્ટા = કલા, ૩૦ કલા = ક્ષણ, ૩૦ ક્ષણ = મુહૂર્ત, ૩૦ મુહૂર્ત = અહોરાત્ર, ૧૫ અહોરાત્ર = પક્ષ અને ૨ પક્ષ = માસ.

માસના બે પ્રકાર છે: સૌરમાસ અને ચાંદ્રમાસ.

સૌરમાસ: સૂર્યની આસપાસ પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી થાય તેટલા સમયનો એટલે એક સૌરવર્ષનો બારમો ભાગ. ૧. સૌરમાસ = ૩૦ દિવસ.

ચાંદ્ર માસ: પૃથ્વીની આસપાસ ચંદ્રની એક પ્રદક્ષિણા પૂરી થવાને જેટલો વખત લાગે તેને ચાંદ્રમાસ કહે છે. તેને ૨૯ દિવસ, ૧૨ કલાક, ૪૪ મિનિટ, ૨૮ સેકંડ અથવા ૨૯ દિવસ, ૩૧ ઘટિકા, ૫૦ પળ લાગે છે.

માસના પૌરાણિક નામ:
મધુ, માધવ, શુક, શુચિ, નભસ, નભસ્ય, ઈષા, ઉર્જા, સહસ, સહસ્ય, તપસ અને તપસ્યા

હિંદુઓના બાર માસનાં નામ:
કાર્તિક, માર્ગશીર્ષ, પોષ, માઘ, ફાલ્ગુન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ, અષાઢ, શ્રાવણ, ભાદ્રપદ અને આશ્વિન.

મુસલમાનોના બાર માસનાં નામ:
મોહરમ, સફર, રબીઉલ અબલ,. રબીઉલ આખર, જમાદી ઉલ અવલ, રજબ, જમાદી ઉલ આખર સાબાન, રમઝાન, સબાલ, જીલકાદ અને જીલહજ.

પારસીઓના બાર માસનાં નામ:
ફરવરદીન, અરદી બેહશ્ત, ખોરદાદ, તીર, અમદેદાદ, શહેરવર, મહેર, આવાં, આદર, દે, બહમન અને સફેદારમદ.

ખ્રિસ્તીઓના બાર માસનાં નામ:
જાન્યુઆરિ, ફેબ્રુઆરિ, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેંબર અને ડિસેંબર.

Advertisements
Posted in જાણકારી | Tagged , , , , , , | 2 ટિપ્પણીઓ

દોસ્ત, હું ગુજરાત છું [જય વસાવડા]

દોસ્ત, હું ગુજરાત છું.

જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત. હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત! Continue reading

Posted in ગુજરાત, જય વસાવડા | Tagged , | 9 ટિપ્પણીઓ